સિધ્ધપુરની તાવડીયા ચોકડી પાસે અકસ્માત થયેલી ગાડીમાંથી રૂ.૫૫,૫૭૫ નો દારૂ ઝડપાયો

પાટણ
પાટણ 74

રખેવાળ ન્યુઝ સિધ્ધપુર
સિધ્ધપુર શહેરમાં કારને અકસ્માત નડતાં પોલીસે સ્થળ તપાસ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. ગઇકાલે સાંજના સમયે શહેરના તાવડીયા ચાર રસ્તા પાસે એક બેફામ કારને અકસ્માત થયાનું જાણી પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. આ તરફ કારમાંથી બે યુવકોને બહાર કાઢી જાેતાં વિદેશી દારૂની બોટલો અને પેટીઓ હોઇ ગાડી અને ઇસમોને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જાેકે અકસ્માતને કારણે દારૂને કેટલીક બોટલો તુટી ગઇ હતી. પોલીસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુલ કિ.રૂ. ૩,૬૧,૫૭૫નો મુદ્દામાલ ઝડપી પાડી ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રેન્જ આઇજી જે.આર. મોથાલિયા અને પાટણ SP અક્ષયરાજે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. આ તરફ સિધ્ધપુર PI ચિરાગ ગોસાઇ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ પંકજકુમાર સહિતનો સ્ટાફ ગઇકાલે સાંજે શહેરમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન તાવડીયા ચાર રસ્તા પાસે અકસ્માત થયાનું જાણી પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં એક સ્વિફ્ટ કાર અકસ્માત થયેલ હાલતમાં પડેલ હોઇ અને ચાલક પોલીસને જાેઇ કારમાંથી નીકળી ભાગવા જતો હોઇ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ સાથે અન્ય એક ઇસમને પણ પકડી કારમાં તપાસ કરતાં દારૂ હોવાનું માલૂમ પડતાં દારૂ ભરેલી કાર સહિત બે ઇસમોને પોલીસ સ્ટેશને લવાયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, સિધ્ધપુર પોલીસે અકસ્માત સર્જાયેલી કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સાંજે અકસ્માત સર્જાયા બાદ પોલીસે તપાસ કરતાં કારમાંથી દારૂની પેટીઓ મળી આવી હતી. આ સાથે ચાલક પુષ્કરલાલા રૂપલાલ ડાંગી(ઉ.વ.૨૮, રહે.ઘાસા, તા. માવલી, જી. ઉદેપુર) અને દિનેશકુમાર હરચંદરામ ચોખાજી બિશ્નોઇ (ઉ.વ.૨૪, રહે. સરનાઉ, તા.સાંચોર, જી. ઝાલોર) ને ઝડપી પાડ્યા છે. આ તરફ કારમાંથી વિદેશી દારૂની પેટીઓ તથા છુટક બોટલો-બિયરના ટીન મળી નંગ-૨૪૭ કિ.રૂ.૫૭,૫૭૫નો દારૂ અને કારની કિ.રૂ. ૩,૦૦,૦૦૦, મોબાઇલ કિ.રૂ. ૪,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૩,૬૧,૫૭૫નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સિધ્ધપુર પોલીસે બંને ઇસમ સામે પ્રોહી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.