પાટણનાં હેરોઇન કાંડનાં ત્રણેય આરોપીનાં રિમાન્ડ પૂરા થતાં જ્યુ. કસ્ટડીમાં મોકલાયા
પાટણનાં હાંસાપુર હાઇવે ઉપરથી રૂા.88000ની કિંમતનાં 17 ગ્રામ હેરોઇન માદક પદાર્થ સાથે પકડાયેલા ત્રણ આરોપીઓ અનીલ પરમાર, જતીન ઉર્ફે ડેની મોહનભાઇ પટેલ રે. બંને પાટણ તથા આ બંનેને ઉપરોક્ત ડ્રગ્સનો જથ્થો આપનારા મહેસાણાના રસીદખાન શમશેરખાન લુહાણીનાં એક દિવસનાં રિમાન્ડ પુરા થતાં આજે પાટણની જ્યુડીસીચલ કોર્ટમાં પુનઃ રજુ કરાયા હતા. તેઓને જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલાયા હતા. તેઓએ જામીન અરજી મુકી હતી જેની સુનાવણી આજે બુધવારે થાય તેવી શક્યતા છે.
દરમ્યાન પોલીસે પાટણનાં બે શખ્સોને હેરોઇનનો જથ્થો આપનારા મહેસાણાનાં રશીદખાને પોલીસને જણાવ્યું હતું કે, તે આ જથ્થો અમદાવાદનાં સાલમરોડ ચંડોળા તળાવના નાકે એક અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યો હતો ને તે માલ લેવા પાટણના જતીન અને અનીલ મહેસાણા ગયા હતા. અનીલ પરમાર સામે 2018 માં એનડીપીએસ અને જતીન સામે 2018માં જુગારધારાનો કેસ થયો હતો.