ગણેશ વિસર્જન સમયે સર્જાયેલી ઘટના બાદ સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવાયો
ગણેશ વિસર્જન માટે નદી તટે અલાયદા કુડ નું નિમૉણ કરાયું..
નદીમાં બોટની વ્યવસ્થા સાથે ફાયર અને પોલીસ સ્ટાફ તૈનાત કરાયો..
પાટણ સરસ્વતી નદી માં ગણેશ વિસર્જન દરમિયાન પ્રજાપતિસમાજના એકજ પરિવાર ના 4 લોકો ના ડૂબી જવાથી મોત થયા બાદ સફાળા જાગેલા પાટણ વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદી સમીપ આવેલ આનંદેશ્વર મહાદેવ સંકુલ પાસે અલગ થી કુંડ ઊભો કરીને બચાવ માટે ફાયર સેફ્ટી વિભાગ દ્વારા બોટ સાથે સ્ટાફ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામા આવ્યો છે.
પાટણ શહેરમાં આ વર્ષે સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ હોય મોટી સંખ્યામાં લોકો ગણેશ વિસર્જન માટે આવતા હોવાનું તંત્ર જાણતું હોવા છતાં નદી પર ના કોઈ પોલીસ બંદોબસ્ત ,કે બચાવ માટે પાલિકા દ્વારા ફાયરની કોઈ ટીમ કે લોકોને ગણેશ વિસર્જન માટે અલગથી કુંડ ઊભો કરાયો ન હતો. કોઈ જ પણ વ્યવસ્થા વગર રામ ભરોસે લોકો નદીમાં ગણેશ વિસર્જન કરી રહ્યા હતા ત્યારે બુધવારે સંધ્યાકાળે ગણેશ વિસર્જન દરમિયાન બનેલી દુર્ઘટનાના પગલે પ્રજાપતિ પરિવારના ચારા લોકોએ જળસમાધિ લીધી હતી અને આ બનાવ બનતા જિલ્લા કલેકટર થી લઈ સમગ્ર વહીવટી તંત્ર સ્થળ ઉપર દોડી આવ્યું હતું.
અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી.પરંતુ પરિણામ સ્વરૂપે ચાર પ્રજાપતિ સમાજના લોકો ની ફકત લાશ હાથ આવતા સફાળા જાગેલા તંત્ર દ્વારા સરસ્વતી નદીમાં 20 જેટલો પોલીસનો બંદોબસ્ત ગોઠવી નદી કાંઠે બચાવ માટે એક બોટ તૈયાર રાખવામાં આવી છે.તો ગણેશ વિસર્જન માટે ગણેશ ભકતોને નદીમાં ન જવું પડે તે માટે પાલિકા દ્વારા નદી નજીક જેસીબીથી કુંડ તૈયાર કરાયો છે.જેથી હવે લોકો વિસર્જન માટે તે કુંડનો જ ઉપયોગ કરી રહ્યા છે..
હાલ માં નદીમાં પ્રતિબંધ મુકાયો છે.તંત્ર દ્વારા ગણેશ વિસર્જન શરૂ થાય તે પૂર્વે વ્યવસ્થા કરી હોત તો પ્રજાપતિ પરિવારના આ 4 લોકો ના જીવ બચી શક્યા હોત પરંતુ દુર્ઘટના બાદ વ્યવસ્થા કરવામાં આવતા દર વખતની જેમ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં મારવાની જાણે તંત્રની પ્રથા પડી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો.