પાટણમાંથી એરંડા અને રિક્ષાઓની ચોરી કરનાર આરોપીને પોલીસે સવા ત્રણ લાખના મુદ્દામાલ સાથે દબોચ્યો

પાટણ
પાટણ

સિદ્ધપુર પોલીસે સિધ્ધપુરમાંથી તેમજ પાટણમાંથી રીક્ષાની તેમજ બ્રાહ્મણવાડા ગોડાઉનથી એરંડાની ચોરી કરનાર આરોપીને કિ.રૂ.3,25,900ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે રીક્ષાની અંદર એરંડા બોરી 2 ની હોઈ જે એરંડા બોરી બાબતે પુછતાં ઉંઝા બ્રાહ્મણવાડા ખાતે એક ગોડાઉનમાંથી ચોરી કરેલાનું જણાવેલ તેમજ રીક્ષા બાબતે તપાસ કરતાં પાટણ સીટી એ ડીવી ખાતેથી રીક્ષા પણ ચોરેલાનું જાણવા મળેલ જે બાબતે પાટણ સીટી એ ડીવી ખાતે ગુન્હો દાખલ થયેલ હોઇ સદર રીક્ષા કી.રુ.40,000ની ગણી તથા તેની અંદર રહેલા એરંડા બોરી નંગ -02 ની આશરે વજન 7 મણ જેમા કી.રુ.7000ની ગણી તેમજ ઠાકોર શીવાજી સરતાનજી રહે મુડાણાવાળા પાસેથી રેડમી કંપનીનો એંડ્રોઈડ મોબાઈલ કીંમત આશરે રુપીયા 5000ની ગણી કબજે કરેલ હતો.

તેમજ ઇસમને યુક્તિ-પ્રયુક્તિથી વધુમાં પૂછપરછ કરતાં ઇસમે જૈન-દેરાસર નજીક ઓડવાસમાંથી ફરિયાદીની રીક્ષા જીજે.24 ડબલ્યુ. 9849 ની પીળા હુંડવાળી રીક્ષા પણ અન્ય વિક્રમજી ભલાજી ઠાકોર મુળ રહે થરા તા કાંકરેજી જી.બી.કે. હાલ રહે- મુડાણા અને પ્રકાશજી ગોપાળજી ઠાકોર રહે થરા ઇન્દીરાનગર તા.કાંકરેજ જી.બી.કે વાળા સાથે મળી ચોરી કરેલાની કબૂલાત કરેલ હતી. જે રીક્ષા પણ ઠાકોર વિક્રમજી ભલાજી રહે મુડાણાવાળાના ઘરેથી ગુન્હા કામે કિ.રૂ 2.27,900/- મળી કુ કિ.રૂ.3,25 કબજે કરી આરોપીને મુદામાલ સાથે પકડી પાડી સિધ્ધપુર પો.સ્ટે તથા પાટણ સીટી એ ડીવી પો.સ્ટે નો અન-ડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી આગળની ઘટીત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તો વિક્રમજી ભલાજી ઠાકોર મુળ રહે થરા તા કાંકરેજી જી.બી.કે. હાલ રહે- મુડાણા તા.સિધ્ધપુર અને પ્રકાશજી ગોપાળજી ઠાકોર રહે થરા ઇન્દીરાનગર તા.કાંકરેજ જી.બી.કે વાળા ને પોલીસે પકડવા ચકોગતી મન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.