પાટણમાં હોસ્પિટલમાંથી સંડાસની જાળી તોડી આરોપી ફરાર, શોધખોળ શરૂ

પાટણ
પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણની ધારપુર હોસ્પિટલમાંથી આજે સવારે એક આરોપી ફરાર થવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગત દિવસોએ આરોપી પ્રોહીબીશનના ગુનામાં ઝડપાયા બાદ તેનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ આરોપીને ધારપુર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ગત મોડીરાત્રે આરોપી ફરાર થઇ જતાં પાટણ પોલીસ દ્રારા નાકાબંધી કરી તેની શોધખોળ કરવા દોડધામ શરૂ કરાઇ છે.

અગાઉ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલ દયારામ લાધુરામનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં તેને સારવાર અર્થે ધારપુર ખસેડાયો હતો. આ દરમ્યાન ગત મોડીરાત્રે 2 વાગે હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી સંડાસની જાળી તોડી ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. હાલ પાટણ એલસીબી અને બાલીસણા પોલીસ નાકાબંધી કરી ફરાર આરોપીને શોધવા કવાયતમાં લાગી છે.

સમી પો.સ્ટે. “સી” પાર્ટ ગુ.ર. નં.11217029200644 પ્રોહી. કલમ-પ્રોહી.કલમ 65(એ)(ઇ), 116 (બી), 98(2 નો આરોપી દયારામ લાધુરામ ઉ,વ.32 રહે, નવાવાડા તા,વાકોડા જી, ઝાલોર (રાજસ્થાન)વાળો ધારપુર હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી ફરાર થઇ ગયો હતો. આરોપીએ રાત્રે 2 વાગે સંડાસની જાળી તોડી નાશી ગયેલ હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે આરોપીએ કાળા કલરની ટી-શર્ટ તથા નાઇટી પહેરેલ હોવાનું સામે આવતાં પોલીસ તેને શોધવા મથામણમાં લાગી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.