રાધનપુરમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા શેરીઓમાં વરસાદી પાણીનો જમાવડો

પાટણ
પાટણ

રાધનપુરમાં મંગળવારના દિવસે પંથકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો જેમાં શહેરી વિસ્તારની શેરીઓમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં હતાં જોકે પાલિકા દ્વારા કરેલ પ્રિ-મોન્સુન ની કામગીરી ની પોલ ખુલ્લી ગયી હતી. શેરીઓમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા શેરીઓમાં વરસાદી પાણીએ જમાવડો કર્યો છે.રસ્તા પર કાડવ કિચડ થયી રહ્યું છે અને મચ્છરોનું સામ્રાજ્ય વધી રહ્યું છે .જેથી સત્વરે તંત્ર બ્લોક થયેલ ગટરનું સમારકામ કરીને ગટરની લાઇન સાફ સફાઈ કરવામાં આવે તો વરસાદી પાણી નિકાલ થઈ શકે છે.

રાધનપુર વોર્ડ નંબર 7માં આવેલ રામનગર સોસાયટીનો ઘણા સમયથી મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી મસ મોટા ખાડા પડી ગયા છે. અને ગત પોણા બે ઇંચ વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી ભરાઈ રહ્યા છે પાલિકા દ્વારા પાણીનો કોઈ નિકાલ ન કરવામાં આવતા માર્ગ પર કાદવ કીચડ થતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. હજુ સત્તાવાર ચોમાસાનું આગમન થયું નહિ અને સોસાયટીમાં પાણી ભરાવાની સસ્મયા સરૂ થયી છે ગઈ કાલે વરસાદ વરસતા શેરીઓમાં અડધા પગ ડૂબી જાય તેટલું વરસાદી પાણી ભરાઈ ગયું છે.ત્યાંથી સ્થાનિક લોકોને પસાર થવું હોય તો જાણે નદી ઓડંગવી હોય તેવો અનુભવ થાય છે. માર્ગ પર આજુબાજુ સોસાયટીના રાહદારીઓ ,વાહન ચાલકો વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સત્વરે વરસાદી પાણી ભરાઈ રહવાની સમસ્યાનું નિવારણ લાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.