હારીજમાં દારૂ ભરેલી નંબર પ્લેટ વગરની કારને નડ્યો અકસ્માત, 4.57 લાખનો મુદ્દામાલ જપ્ત

પાટણ
પાટણ 90

હારીજ તાલુકાના ગામે બે કારમાં અકસ્માત બાદ નંબર વગરની કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતી. હારીજ પોલીસની ટીમને બે કારનો અકસ્માત થયાની વિગતો મળી હતી. જેથી તપાસ કરતાં નંબર વગરની વર્ના કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જોકે ચાલક અકસ્માત સર્જીને કાર મુકી નાસી છુટ્યો હોવાનું સામે આવ્યુ છે. આ તરફ અન્ય અલ્ટો કારના ચાલકે ફરીયાદ કરવાનું ના પાડતાં પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ગામ નજીકથી અકસ્માત થયેલ કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે. હારીજ પીએસઆઇ એસ.આર.ચૌધરી સહિતની ટીમ પોલીસ સ્ટેશને હાજર હોઇ બોરતવાડાથી પાટણ તરફ અકસ્માત થયો હોવાની વિગતો મળી હતી. જેથી તાત્કાલિક દોડી જઇ તપાસ કરતાં નંબર પ્લેટ વગરની વર્ના કાર અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેથી બંને કારની તલાશી લેતાં નંબર પ્લેટ વગરની વર્ના કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ તરફ ચાલક અકસ્માત સર્જીને નાસી છુટ્યો હોઇ પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હારીજના બોરતવાડા પાસે દારૂ ભરેલી કાર અને અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદમાં તપાસ કરતાં નંબર પ્લેટ વગરની વર્ના કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-226 કિ.રૂ.57,965નો દારૂ મળી આવ્યો હતો. આ સાથે કારની કિ.રૂ.4,00,000 મળી કુલ કિ.રૂ.4,57,965નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે હારીજ પોલીસે અજાણ્યાં ફરાર ચાલક સામે આઇપીસી 279, 427, પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116-B, 98(2) અને મોટર વાહન અધિનિયમ એક્ટની કલમ 39, 192, 177 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.