સિધ્ધપુરમાં પોલીસની બોલેરો અને કાર વચ્ચે અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળતાં રાહત

પાટણ
પાટણ

પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં ખળી ચાર રસ્તા પાસે આજે સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ પોલીસની ટીમ સરકારી બોલેરોમાં કોઇ તપાસમાં નિકળી હોઇ સિધ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે આજે સવારે પહોંચી હતી. આ દરમ્યાન અચાનક અન્ય એક ખાનગી કાર સાથે અકસ્માત થતાં બંને કારને ભારે નુકશાન પહોંચ્યુ હતુ. સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનિ નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તરફ સિધ્ધપુર પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

કોરોના કહેર વચ્ચે સિધ્ધપુરમાં વહેલી સવારે રાજકોટ પોલીસની બોલેરોને અકસ્માત નડ્યો છે. આજે સવારના સમયે હાઇવે પરથી પસાર થતી રાજકોટ પોલીસની બોલેરો અને અન્ય એક ખાનગી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આ તરફ બંને વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હોવાનું દ્રશ્યો પરથી સામે આવ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.