
પાટણના હાસાપુર બસસ્ટેશન પાસે એક્ટિવ અને બાઈક વચ્ચે અકસ્માત
પાટણના હસાપુર બસ સ્ટેશન પાસે એક્ટિવ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોને ઈજા પહોંચી હતી. જેને પગલે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.
પાટણ શહેરના હાંસાપુર બસ સ્ટેશન આગળ એક્ટિવા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો બાઈક ચાલકને પણ આંખના ભાગે ઈજા થઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક રહીશો દોડી આવ્યાં હતા. ઘટનાની જાણ 108ને કરવામાં આવતા કાંસાની 108 એમ્બ્યુલન્સ સ્થળ ઉપર દોડી આવી હતી અને બંને ઇજાગ્રસ્તને ધારપુર વધુ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશ હેતલભાઈ પટેલે રસ્તા પર બમ્પ મુકવા માંગ કરી હતી.