રાધનપુર પાસે એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત, અકસ્માતમાં 1 નું મોત

પાટણ
પાટણ 344

રાધનપુર પાસેના બનાસ પુલ ઉપર આજે સવારે અકસ્માતની ગમખ્વાર ઘટના બની છે. બહેનને એક્ટિવા પર લઇ મહિલા પોલીસ કર્મચારી રાધનપુર જતાં હતા. આ દરમ્યાન અચાનક કારચાલકે ભયંકર ટક્કર મારતાં ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં પાછળ બેઠેલાં મહિલા કર્મીના બહેન પુલ પર પડી જતાં કારનું ટાયર ફરી વળ્યું હતુ. જેનાથી પુલ ઉપર લોહીલુહાણ હાલતમાં શરીરનો હિસ્સો વેરાઇ ગયો હતો. જેમાં મહિલા પોલીસના બહેનનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. જ્યારે રાધનપુર પોલીસના કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે હાઇવે પર બંને બાજુ એક કિલોમીટર સુધી ટ્રાફીકજામ થયો હતો.

અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા પોલીસ કર્મચારીનો સદનસીબે બચાવ થયો હતો. જોકે એક્સિડન્ટમાં ઇજાગ્રસ્ત થતાં હાઇવે પર ઢળી પડ્યા હતા. જ્યારે મજીબેન ચૌધરી નામની મહિલાનું મોત થતાં હાઇવે પર દર્દનાક દ્રશ્યો સામે આવ્યા હતા. આ દરમ્યાન બનાસનદીના પુલના બંને બાજુ સરેરાશ એકાદ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. અકસ્માતની ઘટનાને પગલે મૃતકના સગા-વહાલાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી જતાં મહિલા પોલીસને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સમી પોલીસને જાણ થતાં કાયદેસરની તપાસ હાથ ધરી છે.

મોતનો અકસ્માત સર્જી અજાણ્યો કારચાલક પુરપાટ ઝડપે ફરાર થઇ ગયો હતો. અકસ્માત કોણે અને કેવી રીતે સર્જ્યો ? તેની જાણે ખબર ન હોય તેવી સ્થિતિ બનતાં મૃતકના સગાએ કારચાલક શોધવા મથામણ કરી હતી. જોકે સ્થળ ઉપરથી કારનો સાઇડ કાચ મળી આવ્યો હતો. ઘટનાને પગલે સમી પોલીસે કારચાલકને ઝડપી લેવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.