દુનિયામાં 100માંથી 1 માણસ ખેંચની બીમારી જોવા મળે છે

પાટણ
પાટણ

આજે 26 મી માર્ચ એટલે વર્લ્ડ એપિલેપ્સી અવેરનેસ/પર્પલ ડૅ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.એપિલેપ્સી અર્થાત સાદી ભાષામાં જેને વાઈ- ખેંચ-ફીટ- આંચકી -સિઝર્સ- મિર્ગી જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે.એપિલેપ્સી વિશે સમાજમાં સાચી અને સચોટ માહિતી પહોંચાડવાના આશયથી વિશ્વના 100 થી પણ વધારે દેશોમાં પ્રતિવર્ષ 26 માર્ચને પર્પલ ડૅ તરીકે મનાવવામાં આવે છે.

પાટણના જાણીતા મનોસુખ હોસ્પિટલના ડો.નિરંજન પટેલ જણાવ્યા મુજબ મગજની કાર્યપ્રણાલીમાં કોઈ કારણોસર ખામી ઉભી થતાં વિજળીના તરંગો વધુ ઉત્પન્ન થવાથી શરીરમાં કંપારી અથવા ઝાટકા આવે છે. અને આ હિસાબે આપણાં દેશ ભારતમાં આશરે સવા કરોડથી વધુ લોકો આ રોગથી પીડાય છે. એક નાનકડા વિચાર માત્રથી શરૂ થયેલો પ્રયાસ આજે વિશ્વના લાખો દર્દીઓને મદદરૂપ થવા અને જનજાગૃતિ ફેલાવવા માટે પર્પલ ડૅ રૂપે ખૂબ નોંધનીય યોગદાન આપી રહ્યો છે.

એક તારણ અનુસાર એપિલેપ્સી સામાન્ય રીતે 100 માંથી એક વ્યક્તિમાં થતો જોવા મળે છે. 100માંથી ચાર વ્યક્તિને જીવનમાં એકવાર સામાન્ય ખેંચ આવે છે જેમકે તાવમાં આવતી ખેંચ વારંવાર આવતી ખેંચને એપિલેપ્સી કહેવાય છે.

બીમારીના આ લક્ષણો
ચક્કર આવવા, અંધારા આવવા, માથું દુખવું, હૃદયનાં ધબકારા વધી જવા, શ્વાસોશ્વાસ વધી જતા ગભરામણ થવી, બેધ્યાન થઈ જવું,ગૂંચવાઈ જવું, હાથ કે પગ કે ધડ કે ગરદનમાં અચાનક ઝાટકા આવવા, બેભાન થઈ જાય, મોઢામાંથી ફીણ આવે, શરીર ભૂરું પડી જાય, સંડાસ કે પેશાબ થઈ જાય, શારીરિક ઇજાઓ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.