સાંતલપુર પાસે ટ્રેલરે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત, એક ઇજાગ્રસ્ત

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ટોલ નાકાથી વારાહી તરફ હાઇવે ઉપર બાઇકને ટ્રેલરે પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામ બે યુવાનો મૌલિક ઠાકોર અને અસલમ મલેક પોતાના ગામથી બન્ને વારાહી મુકામે કામ અર્થે આવેલા હતા. તેઓ પોતાનું કામ પતાવી વારાહી ટોલ તરફ જતા હતા, ત્યારે પાછળ થી ટ્રેલરે ચાલુ બાઇકને જોરદાર ટક્કર મારતા મૌલિક ઠાકોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.

જ્યારે અસલમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખેસેડાયો હતો. અકસ્માત સર્જી ટ્રેલર ચાલકે ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ આગળ ટોલ નાકુ નજીક હોઈ લોકોએ પકડી પાડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.