
રાધનપુરના યુવકે અગમ્ય કારણોસર વડપાસર તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી
રાધનપુરના પરા વિસ્તારમાં આવેલા દેવડીવાસ ખાતે રહેણાક ધરાવતા ગરો ભરતભાઈ મગનભાઈ(ઉવ 37) ગત સાંજના સમયે વડપાસર તળાવ પાસે સાઈકલ લઈને આવેલ અને અચાનક કોઈ કારણસર સાયકલ તળાવના કાંઠે મુકીને તળાવમાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યુ હતું. યુવકનું તળાવમાં ડૂબીને મોત થયાના સમાચાર રાધનપુર નગરમાં વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા. યુવકની લાશને શોધવા માટે સ્થાનિક તરવૈયાઓ ભારે જહેમત ઉઠાવી હતી. ભારે મહેનત બાદ સ્થાનિક તરવૈયાઓએ લાશને બહાર કાઢી હતી. જે બનાવની જાણ પોલીસને થતા તાત્કાલીક પોલીસ તળાવકાઠે આવી હતી. લાશને રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.