પાટણની ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં અનોખી ઉજવણી કરવામાં આવી

પાટણ
પાટણ

જૂની રીત અને નવો માર્ગ, સંસ્કારોનું સિંચનને અઢળક વ્હાલ, પહેલા રમતમાં ને હવે નિર્ણયોમાં, જેનો રહે હંમેશા સંગાથ સુખમાં કે દુ:ખમાં હસતો રહે ચહેરો સદા, જેના સુકા હોઠો કહે અનોખી વાર્તા, વધતી વયે પણ અડગ આત્મવિશ્વાસથી પરિવારને જોડી રાખતું વ્યક્તિત્વ એટલે દાદા-દાદીનો સાથ.બાળકોને પોતાના જીવનમાં દાદા-દાદીની અહેમિયત સમજાય અને દાદા-દાદી ને પણ પોતાનું બાળપણ યાદ આવે તે હેતુથી ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કુલમાં બાલવાટિકાના વિદ્યાર્થીઓ દ્વારા દાદા-દાદી દિવસની અનોખી ઉજવણી કરાઈ. જેના અંતર્ગત કોલેજ કેમ્પસના ડેવલોપમેન્ટ પ્રોફેસર જય ધ્રુવ, શાળાના આચાર્ય ચિરાગ બી. પટેલ, સુપરવાઈઝર એન.કે. સર, બાલવાટિકાના કો. ઓર્ડિનેટર શ્રીમતી દિપાલી સોની, તથા તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહેલ હતા.


સૌપ્રથમ નાનાનાના ભૂલકાઓ દ્વારા પારંપરિક રીતે વડીલોનું સ્વાગત કરાયું જેમાં બાળકોએ પ્રાર્થના તથા નૃત્યથી શરૂઆતકરી. શાળાના આચાર્ય તથા દિપાલી સોનીએ વડીલોનું લાગણીસર શબ્દો દ્વારા સ્વાગત કર્યું. કાર્યક્રમમાં દાદા,દાદીને પણ તમામ શૈશવની સ્મરણ કરાવતી રમતો રમાડવામાં આવી. જેના અંતર્ગત વડીલો એ ખુબ જ આનંદ માણ્યો હતો. ઉપસ્થિત વડીલોમાંથી કેટલાંક વડીલોએ ભજન ગીત તથા સ્તુતિની શરૂઆત કરેલ. હર્ષોલ્લાસ સહ કાર્યક્રમની પુર્ણાહુતીકરતા શાળાના શિક્ષિકાબેને આભાર વિધિ રજુ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.