
પાટણ નજીક પારેવીયાવીર દાદાનો પરંપરાગત મેળો ભરાયો, શહેરીજનોએ મેળાની મજા માણી
પાટણ નજીક મહેમદપુર ગદોસણ ખાતે આવેલ પારેવીયા વીરદાદાના મંદિરે લાભ પાચમ નિમિત્તે શનિવારે પરંપરાગત ભવ્ય લોકમેળાની રંગત જામી હતી. જ્યાં પારેવીયાવીરના દર્શન કરવા દૂર દૂરથી ભાવિક ભક્તો ઉમટ્યા હતા. સવાર થી મંદિર સંકુલમાં દર્શન કરવા ભક્તોની લાઇનો લાગી હતી. મંદિર પરિસર બહાર મેળો ભરાય હતો .જેમાં મેળા માં આવેલ લોકોએ મેળા માં લાગેલ ખાણીપીણી ના સ્ટોલ માં ખવાનો આનંદ માણ્યો હતો. તો બાળકો ચકડોળ બેસવાનો આનંદ લીધો હતો.
કારતક સુદ પાંચમની દર સાલની જેમ દાદાને સુંદર આંગી કરવામાં આવી હતી અને આ અંગેનો લાભ રામી ગૌરજ ભાઈ ભગવાનદાસ અમદાવાદ વાળા પરિવાર એ લીધો હતો અને આજની પ્રસાદ નો લાભ રસીલાબેન જેંતીલાલ સાંડેસરા પરિવાર દ્વારા સુંદર મગદાળ ની પ્રસાદી સર્વે ભક્તોને આપવામાં આવી હતી આજે આ સુંદર મેળાની વ્યવસ્થા માટે પાટણ પોલીસ દ્વારા પણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પારવિયા વીર મંદિરના ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર ખાતે દર્શનની સુંદર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પારેવા વીર યુવક મંડળ દ્વારા સ્વયંસેવકો ગોઠવી સુંદર દર્શન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ કારતક સુદ પાંચમના ભવ્ય મેળામાં ખાણીપીણી તથા ચગડોળો ના સ્ટોલો ઉભા જોવા મળ્યા હતા.