
પાટણ ઘી બજારના બે વેપારીઓની પેઢી પરથી ફુડ વિભાગની ટીમે શંકાસ્પદ ધી ના નમુના મેળવી મોકલ્યા
દિવાળીના તહેવારોમાં કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્ય સામગ્રીઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય છે ત્યારે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતા આવા ભેળસળિયા વેપારીઓની સામે કડક કાર્યવાહી કરવા અવાર-નવાર ફૂડ વિભાગ દ્વારા તપાસનાં ચક્રોગતિમાન કરી ખાધ સામગ્રી ની વસ્તુઓનું ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે.
આજરોજ ફુડ વિભાગની વડી કચેરી ગાંધીનગર તથા બી.એમ.ગણાવા ઓફીસર ની સુચના અન્વયે ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એમ.પટેલ તથા યુ.એચ.રાવલ દ્વારા પાટણ ઘી બજાર ખાતેની પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘીવાળા ગીરીશકુમાર વીરચંદદાસ તથા નીતિનકુમાર ભાઈલાલની પેઢીમાંથી શંકાના આધારે જી.વી બ્રાન્ડ ,ચંદ્રકમલ બ્રાન્ડ, શ્રીનાથજી બ્રાન્ડ તથા સોનાઈ બ્રાન્ડના ડબ્બા માથી ધી ના નમુના લઇ પૃથ્થકરણ અર્થે વડોદરા સરકારી લેબ ખાતે મોકલેલ આપવામાં આવ્યાં હોવાનું તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું. પાટણ ઘી બજારમાં ફુડ અધિકારીઓની ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસ કામગીરીને લઈને ધી બજારના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.