
પાટણ સિવિલ હોસ્પિટલમાં બાળ સુરક્ષા અધિકારીની ટીમે બાળકીની મુલાકત લીધી
પાટણ સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકને રખડતા રસ્તામાં ત્યજી દેવાના બદલે સુરક્ષિત અનામી પારણા માં મૂકી દેવા માટે વ્યવસ્થા કરવામાં આવેલી હોય સોમવારેના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમ દ્વારા હોસ્પિટલ ની અંદર બનાવેલા આનામી પારણાં ઘરમાં એક મહિનાની બાળકીને મૂકીને જતા રહેતા બાળક ને NICU માં સારવાર માટે રાખવામાં આવ્યું હતું. ત્યારે આજે બાળ કલ્યાણ સમિતિ અને બાળ સુરક્ષા અધિકારી ની ટીમે બાળકી ની મુલાકત લીધી હતી.પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકને રખડતા રસ્તામાં ત્યજી દેવાના બદલે સુરક્ષિત અનામી પારણામાં મૂકી દેવા માટે વ્યવસ્થા કરવામાં આવેલી જ્યાં સોમવારે સાંજે એક બાળકી ને કોઈ મૂકી જતા આ બાબતે સિવિલ સ્ટાફને જાણ થતા બાળકને NICU રૂમમાં લઈ જઈને પ્રાથમિક સારવાર શરૂ કરી તાત્કાલિક બાળ સુરક્ષા વિભાગને જાણ કરી હતી. બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિ સ્થળ ઉપર દોડી આવી બાળકની મુલાકાત લઈ હાલમાં સ્વસ્થ હાલતમાં હોય હાલમાં પૂરતી સારવાર મળે માટે હૉસ્પિટલમાં જ રાખવા માટે સ્ટાફને જણાવ્યુ હતુ.બાળકની હાલત સારી છે.પરતુ સંપુર્ણ સ્વસ્થ થતાં ઉત્તર ગુજરાતના કોઈ પણ ખાલી શિશુ ઘરમાં મૂકી આગળની નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશેતેવું જણાવ્યું હતું .
પાટણ સિવિલ હોસ્પિટલના ડો સિવિલ સર્જન પ્રતિ સોનીએ જણાવ્યું હતું કે બાળક ની તબિયત સારી છે જરૂરી પોષણ આપવામાં આવી રહ્યું છે આજે બાળ કલ્યાણ સમિતિ અને બાળ સુરક્ષા અધિકારી દવરા આજે મુલાકત લીધી હતી .આગામી સમય માં આ બાળકી ને ક્યાં મૂકવું એ તેની ચર્ચાઓ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિએ જણાવ્યું હતું કે રખડતા રસ્તામાં ત્યાંજી દેવાના બદલે સુરક્ષિત અનામી પારણામાં મૂકી દેવા માટે સિવિલમાં પારણું મૂક્યું છે .જેથી ગુજરાત માં પ્રથમ કિસ્સો હશે કે આ પારણામાં બાળક મૂકી ગયા છે એમ કોઈ કાર્યવાહી નહીં થાય ફક્ત પોલીસ ને જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.સિવિલ દવરા જરૂરી કાર્યવાહી પુરી થયે 17 નંબર નું ફોર્મ ભરી કાર્યવાહી કરવામાં આવશે.ત્યાર બાદ બાળ સુરક્ષા કલ્યાણ સમિતિને સોપવામાં આવશે.ત્યાર બાદ ઉત્તર ગુજરાત ના જે શિશુ ઘર માં બાળકી માટે જગ્યા હશે ત્યાં તેને સોંપવામાં આવશે તેમ જણાવ્યું હતું.