
પાટણમાં નવનિયુક્ત સ્ટ્રીટ લાઈટ શાખાના ચેરમેનના અધ્યક્ષ સ્થાને સ્ટ્રીટ લાઈટ કમિટીની બેઠક યોજાઈ
પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે આગામી અઢી વર્ષ માટે સ્ટ્રીટ લાઈટ કમીટી ના નવ નિયુક્ત ચેરમેન રમીલાબેન ગોવિંદભાઈ ભીલની અધ્યક્ષતામાં મંગળવારે સ્ટ્રીટ લાઇટ કમિટીની પ્રથમ મીટીંગ મળી હતી. જે મિટીંગમાં વિવિધ નિર્ણયો સવૉનુમતે લેવાયા હતા જેમાં દિવાળીના પવૅમાં આખું પાટણ ઝળહળતું રહે એના માટે કમિટી દ્રારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જયારે શહેર ની બંધ સ્ટ્રીટ લાઈટો પણ તમામ ચાલુ કરવા માટે સત્વરે નિર્ણય લેવાયો હતો તો ચોરાઈ ગયેલી સ્ટ્રીટ લાઈટો અથવા તો તૂટી ગયેલી સ્ટ્રીટ લાઈટો પણ તાત્કાલિક ધોરણે નવીન લગાવી તેને ચાલુ કરવાની સૂચનાઓ સ્ટ્રીટ લાઇટ વિભાગના કર્મચારીઓને ચેરમેન દ્વારા આપવામાં આવી હતી.
સ્ટ્રીટ લાઇટ કમિટીની મળેલી આ બેઠકમાં સભ્યો ના સુચનો પણ કમિટીના ચેરમેન રમીલાબેન ગોવિંદભાઈ ભીલ દ્રારા ધ્યાનમાં લઇને યોગ્ય કરવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં સ્ટ્રીટ લાઈટ શાખાના સભ્ય મનોજભાઈ પટેલ, દેવચંદભાઈ પટેલ, ભવાનજી ઠાકોર, મંજુલાબેન ઠાકોર સહિત સ્ટ્રીટ લાઈટ શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.