પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્માં હાઇવે પર એક વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો

પાટણ
પાટણ 427

જેમાં બાઈક ચાલકને કોઈ વાહન ચાલકે પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક રોડ ઉપર પટકાયો હતો. ત્યારબાદ ચાલક વગર બાઈક 500 મીટર જેટલુ દોડ્યું હતું અને આગળ જઈ રોડ ઉપર બાઈક પલટી ખાઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે.

આ વિચિત્ર પ્રકારના અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના હારિજ-ચાણસ્માં હાઈવે રોડ પરથી બાઇક લઇને પસાર થઇ રહેલા બાઈક ચાલક ઈસમને પાછળથી કોઈ વાહન ચાલકે ટક્કર મારી હતી. જેથી બાઇક ચાલક રોડ પર પટકાયો હતો. ત્યારબાદ ચાલક વગર બાઈક રોડ ઉપર 500 મીટર જેટલું દોડ્યું હતું અને આગળ જતા રોડ પર બાઈક પલટી ખાઈ ગયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.