ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી અને બ્રહ્માકુમારી સંયુક્ત ઉપક્રમે સેમીનાર યોજાયો
નિતાદીદી દ્વારા જીવનમાં ધ્યાન કરવાથી જીવનમાં થતા ફાયદા અને તેની અગત્યતા વિષે માહિતી આપી હતી નિલમદીદી દ્વારા કુટેવો અને વ્યસનથી દૂર રહી સ્વસ્થ્ય જીવન જીવવાની રીત પર પ્રકાશ પાડ્યો હતો યોગાચાર્ય સંજીવ કુમાર દ્વારા વિદ્યાર્થી નિત્ય યોગ અને ધ્યાન ની પદ્ધતિ શીખવવામાં આવી હતી.
વિભાગના અધ્યક્ષ ડૉ. સંગીતા શર્મા દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમમાં યોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સાથે સાથે આ અભ્યાસક્રમ રિસર્ચ ક્ષેત્રે આગળ આવી આ ક્ષેત્રમાં કેરિયર પણ બનાવી શકાય ઉપરાંત આ અભ્યાસક્રમ નેટની પરીક્ષામાં સમાવેશ કરવામાં આવ્યો છે તેવી માહિતી આપી હતી. આ સેમીનારમાં સેનેટ મેમ્બર પાર્થ બારોટ, યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રજીસ્ટાર પારુલબેન ત્રિવેદી, વિભાગના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા