પાટણની ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા ગુજરાતી વ્યાકરણ અંગે સેમિનાર યોજવામાં આવ્યો

પાટણ
પાટણ

પાટણના ધો.10 ના વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણનાં સિધ્ધાંતો અને સમજૂતી મળે તે હેતુથી પાટણ શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય સેમીનારનું સવારે 9 થી 5 સુધી શ્રીમતી કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલમાં યોજવામાં આવ્યો હતો.આ સેમીનારમાં પાટણની 12 શાળાઓમાંથી 250 થી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી નિષ્ણાંત તજજ્ઞો દાનેશભાઈ મોદી, બાબુભાઈ સોલંકી તથા ડો.મિવલભાઇ ખમાર દ્વારા કક્કો, જોડણી, સંધિ, અલંકાર, છંદ, વિશેષણ, ક્રિયા વિશેષણ, નિબંધ, વાક્ય પ્રયોગ વગેરે વિષયોનું સુંદર જ્ઞાન મેળવી ખુશી અને સંતોષ વ્યકત કર્યો હતો. અને પોતાના સુંદર પ્રતિભાવો વ્યકત કર્યા હતા.


આ કાર્યક્રમમાં લાઇબ્રેરીનાં પ્રમુખ ડો.શૈલેષ બી. સોમપુરા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યુ હતું અને ગુજરાતી લખાણમાં આપણે ખૂબજ ભૂલો કરીએ છીએ તેમ જણાવી વ્યાકરણનું મહત્વ સમજાવ્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત મનોજભાઈ પટેલ, ડો.શરદભાઈ પટેલ તથા ડો.દિનેશભાઇ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. શાળાના સ્ટાફે સુંદર સહયોગ પુરો પાડયો હતો. આ પ્રસંગે જયેશભાઈ વ્યાસ, હસુભાઈ સોની, નગીનભાઈ ડોડીયા, અમરતભાઈ મિસ્ત્રી, દેવાંગભાઇ પ્રજાપતિ, મુકેશભાઈ યોગી, સુનિલભાઈ પાગેદાર, નટુભાઇ દરજી, અશોકભાઈ ચૌધરી, શાળાના શિક્ષકો વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન કમલેશભાઇ સ્વામીએ કર્યું હતું. આભારવિધી મંત્રી મહાસુખભાઈ મોદીએ કરી હતી. આ પ્રસંગે અમદાવાદથી પધારેલ આરતીબેન કરાડે તથા સંતોષ કરાડેએ ઉપસ્થિત રહી પુસ્તકોની ભેટ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.