પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ડાયનોસોરના જીવન પર સાયંટિફિક-શો યોજાયો
પાટણમાં આજ રોજ ડ્રોન ટેક્નોલૉજી, હ્યૂમન એનાટોમી, ડિજિટલ માઈક્રોસ્કોપ અને ટેલિસ્કોપ વિશે વર્કશોપ અને ડાયનોસોરના જીવન પર સાયંટિફિક શો યોજાઇ. જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા વિવિધ વર્કશોપ વિશે વિસ્તૃત માં નિદર્શન કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ આ વર્કશોપ કરીને સાયન્સ વિશે ઘણું નવું શીખ્યા અને તેમના જ્ઞાનમાં વધારો થયો હતો. ત્યારબાદ સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો સુમિત શાસ્ત્રી આવેલા વિદ્યાર્થીઓને અને શિક્ષક ગણ ને જણાવતા કહ્યું કે સાયન્સ સેન્ટર વૈજ્ઞાનિક શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપે છે. ત્યારબાદ ચંદ્ર અન્વેષણના 54 વર્ષની ઉજવણી નિમિત્તે ગુજકોસ્ટ દ્વારા આયોજિત “ચાલો ચંદ્ર પર જઈએ: પ્રેરણા અને તકો” વિષય પર નિબંધ લેખન સ્પર્ધા માં આજે 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.