પાટણન સમરસ છાત્રાલય ખાતે વિધાર્થીઓ સહિત વ્યસન મુક્તિ માટે સંકલ્પ
પાટણન સમરસ છાત્રાલય ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વ્યસન મુક્તિ ના સપથ ગ્રહણ કરાયાં
પાટણ સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓ વ્યસનથી દુર રહે, સ્વસ્થ અને તંદુરસ્ત બની વિકસિત ગુજરાતમાં પોતાની અહમ ભૂમિકાભજવી શકે તે માટે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્ર્મમાં ઉપસ્થિત વિધાર્થીઓ સહિતનાઓએ વ્યસન મુક્તિ માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતા.
પાટણ સમરસ છાત્રાલયમાં આયોજિત વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ દરમિયાન નરેશ પટેલ અને મુકેશ યોગી દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનોથી દૂર રહેવા માટે માહિતગાર કરી વ્યસનો દ્વારા થતાં નુકસાન બાબતે ચાર્ટ દ્વારા સમજ આપવામાં આવી હતી. આ અભિયાનમાં નાયબ નિયામક પી ડી સરવૈયા, હોસ્ટેલ અધિકારી ટી.એચ.ચૌહાણ,વોર્ડન નિલેશભાઈ,પૂજાબેન તેમજ સમરસ છાત્રાલયના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.