પાટણમાં જાહેર માર્ગ પરથી ૧૦૦૦ કિલો બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો

પાટણ
પાટણ 99

પાટણ,
પાટણ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે.ત્યારે બીજી બાજુ કેટલાક ઈસમો દ્વારા શહેરના જાહેર માર્ગ પર રાત્રી નાં અંધારાનો લાભ લઈને હોસ્પિટલ માં ઉપયોગ કરેલ બાયો મેડીકલ વેસ્ટનો ‘ મસમોટો જથ્થો નવીન રેડ કોષૅ ભવન ની બાજુમાં માગૅની સાઈડમાં નાંખીને જતાં રહેતા આજુબાજુના સોસાયટીના રહીશોના આરોગ્ય સામે ખતરો ઉભો થતાં આ અંગેની જાણ પાટણના પ્રાંત અધિકારીને કરાતા તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને યોગ્ય તપાસ કરી જે તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. બુધવારના રોજ પાલિકાના ચીફ ઓફિસર સહિત વોડૅ ઈન્સ્પેકટર,સેનેટરી ઈન્સ્પેકટર,તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. તંત્ર ની તપાસ દરમ્યાન માગૅની સાઈડમાં ખુલ્લા માં ફેકાયેલ અંદાજિત ૧૦૦૦ કિલો બાયો મેડિકલ વેસ્ટ નાં જથ્થા માં વેટેનરી દવા તેમજ મેડિકલ વેસ્ટ હોવાનું જણાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.