રાધનપુર પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ મોત

પાટણ
પાટણ 100

રાધનપુર પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. ગઇકાલે બપોરના સમયે નવિન બાઇક લઇને પસાર થતાં યુવકને એક બેફામ ટ્રેલરે અડફેટે લીધો હતો. જોકે અકસ્માતમાં માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં યુવકનું ઘટનાસ્થળે સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. આ તરફ અકસ્માત સર્જીને ચાલક ટ્રેલર મુકી સ્થળ પરથી ભાગી ગયો હતો. સમગ્ર મામલે રાધનપુર પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પાટણ જીલ્લાના રાધનપુરના મોટીપીપળી પાસે અકસ્માતની ઘટનામાં યુવકનું મોત નિપજ્યુ છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ રાહુલ નાગરભાઇ સોલંકી હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે બપોરે તે પોતાનું નવિન મોટર સાયકલ લઇને પસાર થઇ રહ્યો હતો. આ દરમ્યાન પાછળ આવતાં બેફામ ટ્રેલરે ટક્કર મારતાં તે ફંગોળાઇ ગયો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ.

રાધનપુર-કચ્છ હાઇવે પર અવાર-નવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ગઇકાલે બપોરે સર્જાયેલ અકસ્માતમાં એક આશાસ્પદ યુવકનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન બની ગયા છે. બપોરના સમયે નવિન બાઇક લઇને પસાર થતાં યુવકને પાછળથી કાળ બનીને ટ્રેલરે ટક્કર મારતાં ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના સંબંધી બાબુભાઇ સોલંકીએ ફરાર ચાલક સામે રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરાર ઇસમ સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.