
પાટણમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા યોજાઈ
જૈનોની તપોભૂમિ પાટણની પાવનભૂમિ પર પ્રવાધી રાજ પપયુષણ મહાપર્વના સમાપન નિમિત્તે પાટણમાં 24 તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા યોજાઈ હતી જૈન શ્રાવકો દ્વારા ભગવાન મહાવીર સ્વામીની કઠિન તપસ્યા કરવામાં આવી હતી તેમજ શહેરની વિવિધપોષધ શાળાઓમાં મુની ભગવંતો દ્વારા પર્વનું જ્ઞાન પીરસવામાં આવ્યું હતું.
ત્યારે આજે પર્યુષણ પર્વની પુણાવતી નિમિત્તે શહેરના પંચાસર જૈન દેરાસર પાસે આવેલ નગીનભાઈ પોસદ શાળા ખાતેથી મુની પુણ્ય ધન વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા યોજાઈ હતી આ શોભાયાત્રામાં નિશાન ડંકો તેમજ ઊંટ લારીઓમાં જૈન મહિલા મંડળની બહેનોએ સ્તોત્ર જ્ઞાનની રમઝટ બોલાવી હતી તો આ શોભાયાત્રામાં ચાતુર્માસ કરવા આવેલા સાધ્વીજી મહારાજ સાહેબો સહિત જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અશોકભાઈ યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી પંચાસર દેરાસર ખાતે સમાપન કરવામાં આવી હતી.