પાટણ સાંસદ દ્રારા માગૅ પરિવહન મંત્રી ને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૧૪ ના બે ટોલ બુથ બંધ કરવા રજુઆત કરાઈ
પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહજી ડાભી દ્વારા પાટણ લોકસભા વિસ્તારના વિકાસ કામોને લઈને કેન્દ્રીય કક્ષાના મંત્રીઓ સહિત વડાપ્રધાન સમક્ષ વિચાર વિમર્શ સાથે રજુઆતો કરી તેના નિરાકરણ માટે પ્રયત્નો કરવામાં આવતા હોય છે.
ત્યારે ગતરોજ ભરતસિંહ ડાભીએ ભારત સરકાર ના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ કેન્દ્રિય મંત્રી નીતિનભાઈ ગડકરી ને કાંકરેજ, રાધનપુર અને સાંતલપુર તાલુકા માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ NO.14 પર ના 3 ટોલ બુથ પર થી 2 ટોલ બુથ દૂર કરવાની રજૂઆત કરતાં પાટણ સાંસદ ની રજુઆત મામલે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ કેન્દ્રિય મંત્રી નીતિનભાઈ ગડકરીએ હકારાત્મક અભિગમ સાથે યોગ્ય કરી આપવાની હૈયાધારણા આપી હોવાનું જાણવા મળ્યું છે.