
પાટણના તબીબે પાંચ વર્ષના બાળકે ગળી ગયેલ બે ચલણી સિક્કા એન્ડો સ્કોપી કરી સિફતપૂર્વક રીતે કાઠી બાળકને નવ જીવન બક્ષ્યું..
પાટણના તબીબોની આગવી તબીબી સુવિધા પાટણ પંથક સહિત રાજસ્થાન સુધી ના દર્દીઓમાં લોકપ્રિય બની રહી છે ત્યારે પાટણના એક જાણીતા તબીબ દ્વારા બે ચલણી સિક્કા ગળી ગયેલ પાંચ વર્ષના બાળક ની હોજરીમાંથી સિફતપૂર્વક રીતે સર્જરી કરી બહાર કાઢી બાળકને નવજીવન બક્ષતા પરિવારજનોએ તબીબ સહિત સમગ્ર સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
પાટણ શહેરમાં રહેતા એક પરિવારના પાંચ વર્ષના બાળકને રમત રમતમાં બે ચલણી સિક્કા મોઢામાં ગળી જતા પરિવારજનોએ અનેક નુસખા અજમાવી 15 દિવસ સુધી પાંચ વર્ષનું બાળક ગળી ગયેલા સિક્કા બહાર નીકળશે તેવી આશા સેવતા હતા પરંતુ અનેક પ્રયાસો છતા પણ 5 વર્ષ નું એક બાળક ગળી ગયેલ 2 સિક્કા ન નીકળતા આખરે પરિવારના સભ્યોએ પાટણ શહેરની નિષ્ઠા સર્જીકલ હોસ્પિટલના ડો. વિપુલ યાજ્ઞિક ને ત્યાં આવી સઘળી હકીકત જણાવતા ડોક્ટરે બાળકને તપાસી રોથ નેટ બાસ્કેટ ની મદદ થી એન્ડોસ્કોપી દ્રારા કોઈ પણ જાત ના ચેકા વગર સિફત પૂર્વક રીતે બાળકના હોજરીમાં ફસાયેલા બંને ચલણી સિક્કાઓને બહાર કાઢી નવજીવન બક્ષી માત્ર 3 કલાક મા જ બાળકને રજા આપવામા આવતા બાળકના પરિવારજનોએ ડો.યાજ્ઞિક સહિત સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.