
પાટણ ગણિત પરિવારના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય વૈદિક ગણિતનો વર્કશોપ યોજાયો
પાટણ શ્રીમતી કે. કે. ગર્લ્સ હાઈસ્કૂલની ધો 9 થી 12 ની 300 જેટલી વિદ્યાર્થીનીઓ માટે રોટરી ક્લબ ઓફ પાટણ, પાટણ રામાનુજન મેથ્સ ક્લબ તથા પાટણ ગણિત પરિવારના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય વૈદિક ગણિતનો વર્કશોપ યોજાઈ ગયો. વર્ક શોપના ઉદ્ઘાટન પ્રસંગમાં રોટરી ક્લબના પ્રમુખ રો. ઝુઝારસંગ સોઢા, તજજ્ઞ મિત્રો, પ્રોજેક્ટ ચેરમેન રો. રજનીભાઈ દવે અને રો. હાર્દિકભાઈ ચૌધરી, રો. ભગવાનભાઈ પટેલ, રો. આશાબેન દીક્ષિત, શાળાના આચાર્ય ડૉ. દિનેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.ડૉ. દિનેશભાઈએ સ્વાગત કરતાં કહ્યું કે, રોટરી પરિવારે વિદ્યાલયમાંથી વૈદિક ગણિત શીખવવાનો પ્રારંભ કરાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ડૉ. રુપેશભાઈ ભાટિયાએ વૈદિક ગણિતના મહત્વ વિશે કહ્યું હતું. રોટરીના પ્રમુખ સોઢા સાહેબે હવે એક વર્ષ સુધી વૈદિક ગણિતના નિઃશુલ્ક વર્કશોપનું આયોજન જિલ્લામાં કરવામાં આવશે. વર્તમાનમાં ગણિતનો હાઉ દૂર કરવા વૈદિક ગણિતનો વર્કશોપ યોજી રહ્યા છીએ. આ સેમિનારમાં વૈદિક ગણિત તજજ્ઞો તરીકે સિદ્ઘપુરના શ્રી અભિનવ હાઈસ્કૂલના આચાર્ય ડૉ. રૂપેશભાઈ ભાટિયા તથા પાટણની શેઠ એમ. એન. હાઈસ્કૂલના આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે તજજ્ઞ તરીકે કાર્ય કર્યું.
આ સેમિનારમાં ધો 9 થી 12 ની વિદ્યાર્થીઓને ગાણિતિક ક્રિયાઓ જેવી કે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, વર્ગ, ઘન, વર્ગમૂળ વગેરે સરળતાથી કરતાં શીખવી. વિદ્યાર્થીનીઓને રમતાં રમતાં આનંદપૂર્વક સરળતાથી ક્રિયાઓ શીખવી હતી. સમગ્ર વર્કશોપમાં વિદ્યાલયના તમામ શિક્ષકો અને આચાર્ય ઉપસ્થિત રહી વૈદિક ગણિત શીખ્યા હતા. વિદ્યાર્થીનીઓમાં ગણિત પ્રત્યે ડર દૂર થાય અને ગણિત વિષય પરત્વે લગાવ થાય એ માટે એક દિવસીય ચાર કલાકનો વૈદિક ગણિત સેમિનારના પ્રોજેક્ટ ચેરમેન રજનીભાઈ દવે અને હાર્દિકભાઈ ચૌધરીએ આયોજન કર્યું હતું. આ પ્રકારના વર્કશોપ સમયાંતરે કરતાં રહેવાનો સંકલ્પ કર્યો હતો.