એસપી કચેરીમાં ઝેરી દવા ગટગટાવી લેવાની ઘટનામાં નવો વળાંક આવ્યો

પાટણ
પાટણ

સોમવારના રોજ પાટણ એસપી કચેરી ખાતે એક જ પરિવારના પાંચ સભ્યોનો ઝેરી દવા પીવાનો મામલો સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનામા નવો વળાંક આવ્યો છે જેમાં પોલીસ કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ બાબતે મળતી હકીકત મુજબ હારીજ તાલુકાના ખાખલ ગામના પરમાર પરિવારે સામૂહિક આત્મહત્યાની કોશિષ કરવા જિલ્લા પોલીસ વડા ની કચેરી કેમ્પસમાં જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી તો આ પગલું ભરવા પાછળ રેવાભાઈ પરમારે પોતાની પત્ની અને દીકરીને ભગાડી જનાર કમલેશગિરી ગોસ્વામી રહે કચ્છ વાળા સામે આજથી એકાદ વર્ષ પહેલાં હારીજ પોલીસ મથકે નોંધાવી હતી જે ફરિયાદ છતાં પરિવાર ને ન્યાય ના મળતા પરિવારે એક મહિના અગાઉ હારીજ પોલીસ સ્ટેશન ખાતે આત્મ વિલોપનની કરવાની લેખીત રજુઆત કરી હતી.

પરિવારને ન્યાય મળે તેવી માંગ ઉઠવા પામી

આ લેખિત રજૂઆત રેવાભાઈની દીકરી નિશા પરમારે હારીજ પોલીસને કરી હતી છતાં પોલીસ દ્વારા કોઇ યોગ્ય સંતોષકારક કાર્યવાહી કરવામાં નાં આવતા અને હારીજ પીએસઆઇ દ્વારા ફરિયાદી પરિવાર ને ધમકી આપતા હોવાનાં મામલે આખરે ઉપરોક્ત પરિવાર દ્વારા જિલ્લા પોલીસ વડા ની કચેરી કેમ્પસમાં સોમવાર નાં રોજ આવી સામૂહિક ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું ભોગ બનનાર પરિવારના ધારપુર હોસ્પિટલમાં ઉપસ્થિત સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવતાં આ સામૂહિક આત્મહત્યાની કોશિષ ના મામલે વળાંક લીધો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી કશુરવારો સામે કડક કાર્યવાહી હાથ ધરી સામૂહિક આત્મહત્યાની કોશિષ કરનાર પરિવારને ન્યાય અપાવે તેવી માંગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.