
પાટણ જિલ્લા સેવા સદન ખાતે બેઠક મળી
પાટણ જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત બેઠક મળી હતી.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડે દીકરીઓને સારું શિક્ષણ મળી રહે, દિકરીઓમાં ડ્રોપ આઉટ રેશીઓ ઘટે સાથે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓનો લાભ મેળવી દીકરીઓ વિકાસલક્ષી પ્રવૃતિમાં જોડાય તે અંગેનું સૂચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત દીકરીઓ મોટી સંખ્યામાં ખેલ મહાકુંભમાં ભાગ લેવા અંગે જણાવવામાં આવ્યું હતું.
દીકરીઓને રમતગમતમાં રસ રુચિ જળવાઈ રહે તે માટેના કાર્યક્રમો કરવાથી યોગ્ય પ્રતિભાઓ મળશે તેઓને ઓળખી તેમની કુશળતાઓમાં વધારો થાય તે અંગેની પ્રવૃતિઓ કરવામાં અંગે જણાવવામાં આવ્યું હતું. જિલ્લામાં “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બને તે અંગેના સામૂહિક પ્રયાસો કરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી, નાયબ નિયામક (વી. જા), નાયબ નિયામક પી. ડી. સરવૈયા(અ. જા), પ્રોગ્રામ ઑફિસર ગૌરીબેન સોલંકી, જીલ્લા દહેજ પ્રતિકબંધક મુકેશભાઈ, ફિલ્ડ ઓફિસર મુકેશભાઈ મિસ્ટ્રી, જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી,ડીસ્ટ્રીકટ મીશન કો-ઓડીનેટર દિલીપભાઈ ઉપસ્થિત રહ્યા હતા.