પાટણમાં થી નીકળનારી ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

પાટણ
પાટણ

રથયાત્રાના માર્ગો પર ટ્રાફિક,રખડતા ઢોરો,ઈંડા આમલેટની લારીઓ,જર્જરિત મકાનો,વિજ વાયરો સહિતની સમસ્યા બાબતે રજુઆત કરાઈ

પાટણ શહેર માંથી આગામી તારીખ 7 જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રાને અનુલક્ષીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન બને તેવા ઉદ્દેશ સાથે ગુરુવારે સાંજે પ્રાંત અધિકારી અને ડીવાયએસપી પંડ્યા ના અધ્યક્ષ સ્થાને જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ, રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકરો તેમજ પાટણના રાજકીય,સામાજિક આગેવાનો,જુદી જુદી શાખાઓના વહીવટી વડાઓની ઉપસ્થિતિ વચ્ચે શાંતિ સમિતિની બેઠક મળી હતી.

ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને અનુલક્ષીને મળેલી શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેલા જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય એ રથયાત્રાના માર્ગો પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા,રખડતા ઢોરોની સમસ્યા, રથયાત્રાના માર્ગો પર ઈંડા-આમલેટ ની ઉભી રહેતી લારીઓ, જર્જરિત મકાનો,બિલ્ડીંગો,કોમ્પ્લેક્સો, દુકાનો સહિતનાઓને કોડૅન કરવા,નડતરરૂપ વૃક્ષોને ટ્રીમિક્સ કરવા, લબડતા વિજવાયરો ઉચા કરવા સહિત ના સુચનો રજુ કરતાં તેઓના તમામ સૂચનોનું ચુસ્ત પણે પાલન કરવા પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપી પંડ્યા દ્વારા જે તે શાખાના અધિકારીઓને સુચના આપી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ને સૌ સાથે મળી હર્ષો ઉલ્લાસ પૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવે તેવી અપીલ કરી હતી.

રથયાત્રા દરમિયાન ઈમરજન્સીના સમયે પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા બગવાડા દરવાજા અને જૂનાગંજમાં મેડિકલ ટીમ કાયૅરત કરાશે. તો મુસ્લિમ સમાજ દ્વારા જૂનાગંજમાં રથયાત્રા નું સ્વાગત કરવામાં આવશે.

ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રા ને લઇ મળેલી શાંતિ સમિતિની બેઠકમાં  પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિત ના પોલીસ અધિકારીઓ, વિવિધ શાખાઓના વડાઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર, જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકરો સહિત પાટણના હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.