પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ

પાટણ
પાટણ

રાજયના વિકાસ માટે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ કાર્યરત છે. આયોજના થાકી અનેક લાભાર્થીઓના જીવનધોરણમાં બદલાવ આવ્યો છે. કેન્દ્ર સરકારની મહત્વની ફ્લેગશિપ યોજનાઓની જાણકારી ગામના છેવાડાના માનવી સુધી પોહ્ચે તેવા ઉમદા આશય થી રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં આ વિકાસયાત્રાનો પ્રારંભ 22 જાન્યુઆરી થી થશે. જેની તૈયારીના ભાગરૂપે આજે જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.પાટણ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે જિલ્લામાં ચાર રથ ગ્રામીણ વિસ્તારમાં ફરશે. 22 નવેમ્બર થી જયારે જિલ્લામાં આ યાત્રાનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે જિલ્લાના ચાર તાલુકામાંથી તેની શરૂઆત થશે. સિદ્ધપુર તાલુકાની કોટ ગ્રામપંચાયત, સરસ્વતી તાલુકાની ખલીપુર ગ્રામપંચાયત, ચાણસ્મા તાલુકાની રૂપપુર ગ્રામપંચાયત જયારે સામી તાલુકાની ગોચનાદ ગ્રામપંચાયત થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થશે. જેમાં મોટી સંખ્યમાં સ્થાનિક લોકો અને પદાધિકારીઓ જોડાશે.


વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે મળેલી બેઠકમાં યાત્રા સંદર્ભે તમામ બાબતોથી ઉચ્ચ અધિકારીઓને અવગત કરવામાં આવ્યા હતા. જયારે યાત્રાના રૂટ થી લઇ યાત્રા ગામમાં પ્રવેશે ત્યાંથી લઇ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી હતી. આ યાત્રા માટે જિલ્લામાં ચાર ડીઝીટલ રથ ફાળવવામાં આવ્યા છે. જે રથ ગ્રામીણ વિસ્તારમાં ફરી વિકસિત ભારત માટે થઇ રહેલા પ્રજાલક્ષીકામ અને યોજનાકીય બાબતોથી લોકોને અવગત કરશે.નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આ યાત્રા દરમ્યાન પ્રજાલક્ષી મહત્વની બાબતોથી લાભાર્થીઓ અવગત થાય તે પ્રકારનું આયોજન આવશ્યક છે. જેથી જે રૂટ પર વિકસિત ભારત સંકલ્પ યાત્રા રહે ત્યાં મોટી સંખ્યમાં પ્રજાજનો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહે તે પ્રકારના સુચારુ આયોજન માટે સૂચન કર્યું હતું.જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર આર.કે.મકવાણા, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના નોડલ ઓફિસર ડૉ.કલ્પના ચૌધરી, તમામ પ્રાંત અધિકારી તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.