પાટણ જિલ્લામાં પાવર ગ્રીડ કંપની થી અસરગ્રસ્ત બનેલ ખેડૂતોની મીટીંગ મળી

પાટણ
પાટણ

યોગ્ય વળતરની માગ સાથે આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે આયોજિત આંદોલન બાબતે ચચૉઓ કરાઈ

પાટણ આનંદ સરોવર ખાતે રવિવારે પાવર ગ્રીડ કંપની થી અસરગ્રસ્ત પાટણ જિલ્લાના ગામોના ખેડૂત આગેવાનોની મહત્વ ની મિટિંગ મળી હતી.

આ મીટીંગ મા ઉપસ્થિત સૌ ખેડૂત આગેવાનો એ આગામી સમયમાં વળતર અંગે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે તેના માટે ગાંધીનગર ખાતે સૌએ સાથે મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે આહવાન કર્યું હતું. અને આ આંદોલનમાં દરેક ગામના ખેડૂત આગેવાનો અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંકલન કરી આંદોલનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.

આનંદ સરોવર ખાતે મળેલી આ મીટીંગ મા ગુજરાત ના 14 જિલ્લા માંથી પસાર થતી વીજ લાઈનો ના વળતરથી વંચિત ખેડૂત આગેવાનો સાથે વીજ લાઈન સંઘર્ષ સમિતિ ના આગેવાનોએ ઉપસ્થિત રહી પોતાના ન્યાય માટે ગાંધીનગર ખાતે આગામી દિવસોમાં આયોજિત કરવામાં આવેલ આદોલન મામલે વિચાર વિમૅશ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.