પાટણ જિલ્લા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામા જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ

પાટણ
પાટણ

પાટણ શહેરના નવાસર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માની અધ્યક્ષતામા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જિલ્લા અધિકારીઓની બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રજાઓના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરતા જિલ્લાના પદાધિકારીઓ જેમાં ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ વિગેરે ઓની રજુઆત મોબાઈલના માધ્યમ દ્વારા હોય, મૌખિક કે લેખીત હોય ત્યારે રજુઆતને અગ્રતા આપીને લોકાભિમુખ કાર્ય કરવા અંગે તાકીદ કરવામાં આવી હતી. જિલ્લામાં થઈ રહેલા વિકાસના કામોને પ્રાથમીકતા આપીને તેઓ નિયત સમયમર્યાદામાં કામો પુરા કરવા અંગેનું સૂચન કર્યું હતું.જીલ્લા પ્રભારી મંત્રીએ ચાલુ વરસાદના લીધે જિલ્લાના જે તે વિસ્તારોમાં પાણી ભરાયું હોય ત્યાં ઝડપથી નિકાલ કરવા જણાવ્યું હતું. જિલ્લાવાસીઓ દ્વારા કરવામાં આવેલી રજુઆતોના સંદર્ભે વિભાગના અધિકારીઓ સાથે સુખદ ચર્ચા કરીને કામોની પ્રગતિ જાણીને ઝડપથી પૂર્ણ કરવા પ્રભારી મંત્રીએ સૂચના આપી હતી.


જીલ્લા પ્રભારી મંત્રી પાસે આવેલ રજૂઆતો જેવી કે સર્વિસ રોડ, જન્મ મરણ દાખલા, પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપરાંત ગટરની સમસ્યાઓ વગેરે બાબતો ઉપરાંત જિલ્લાવાસીઓને સ્પર્શતા મુદ્દાઓનો ઝડપથી નિકાલ કરવા અંગે તાકીદ કરી હતી.રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જીલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી , અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, સંગઠનનાં હોદ્દેદારઓ દશરથજી ઠાકોર, ભાવેશભાઈ પંચાલ, નંદાજી ઠાકોર, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઇ રબારી તથા જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.