પાટણના નીલમ સિનેમા વિસ્તારના એક માસ પૂર્વે બનેલા માર્ગ પર ભુવો પડતા કટલરી ની લારી ચાલક પટકાયો..
પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં એક માસ પૂર્વે બનાવેલ નવીન માર્ગ પર શુક્રવારના રોજ વહેલી સવારે આકસ્મિક મોટો ભૂવો પડતા જેમાં કટલરી ની લારી ચાલક પટકાતા તેને નુકસાન વેઢવાનો વારો આવ્યો હોવાની ઘટના સજૉવા પામી હતી.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના જુનાગંજ બજારના નાકેથી નીલમ સિનેમા સાગોટા ની પહેલી શેરી સુધીનો નવીન માગૅ બનાવ્યા ને એક માસ જેટલો સમય વિત્યો છે ત્યાં માર્ગ પર ભુવા પડવાની ઘટનાઓ પણ સર્જાવા પામે છે. જેને લઈને માર્ગની ગુણવત્તા સામે પણ લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.
પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં એક માસ પહેલા નગરપાલિકા તંત્ર દ્વારા નવીન બનાવેલા માર્ગ પર શુક્રવારની સવારે આકસ્મિક મોટો ભૂવો પડતા માર્ગ પરથી કટલરીની લારી લઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહેલા ભાટીયા રાયચંદભાઈ ની લારી માર્ગ પરના પડેલા ભુવા ના કારણે પલટી ખાઈ જતા કટલરીનો સામાન રોડ પર વેરણ છેરણ થતાં નુકસાન થવા પામ્યું હતું
.ત્યારે રોજનું કમાઈને ખાવાવાળા રાયચંદભાઈ ભાટિયા ને થયેલા આ નુકસાન ની ભરપાઈ નગરપાલિકા તંત્ર દ્વારા રોડ કોન્ટ્રક્ટર પાસે
થી વસૂલ કરી મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રાયચંદભાઈ ભાટીયા ને રકમ ચૂકવવામાં આવે તેવી વિસ્તારના રહીશોએ માંગ કરી છે.
નગરપાલિકા તંત્ર દ્વારા નવીન રોડ બનાવતા કોન્ટ્રાક્ટરો પાસે રોડની ગુણવત્તા જળવાઈ તેવા કામ કરવા કડક સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ લોકોમાં પ્રબળ બની છે.