Home / News / પાટણના રોડા ગામે વરઘોડો નીકળ્યો, ઘોડી ભડકીને લગ્ન કરવા જતા વરરાજાને લઈને ભાગી ગઈ
પાટણના રોડા ગામે વરઘોડો નીકળ્યો, ઘોડી ભડકીને લગ્ન કરવા જતા વરરાજાને લઈને ભાગી ગઈ
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે; ત્યારે રાજ્યભરમાં ઠેરઠેર લગ્ન પ્રસંગો ઊજવાઈ રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના રોડા ગામે એક ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો, જેમાં વરઘોડામાં ઘોડી પર સવાર થયેલા વરરાજાને ભડકેલી ઘોડી લઈને ફરાર થઈ ગઈ હતી. વરઘોડોમાંથી વરરાજાને લઈને ભાગેલી ઘોડીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
પાટણના રોડા ગામમાં વરરાજા ઘોડા ઉપર ચડીને નચાવી રહ્યા હતા. એ દરમિયાન વરઘોડામાં અચાનક ઘોડો કાબૂ બહાર થઈ વરરાજાને લઇને ભાગી ગયો હતો. હાસ્યસ્પદ બનેલા બનાવના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇઈરલ થયો છે, જેમાં ઘોડી વરરાજાને લઈને ભાગતાં તેની પાછળ લોકો દોડતા હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
મળતી માહિતી અનુસાર, રોડા ગામમાં એક દેવીપૂજક સમાજના યુવકના લગ્ન રોડા ખાતે યોજાઈ રહ્યા હતા. ત્યારે લગ્નના વરઘોડામાં આ બનાવ બન્યો હોવાનું જોવા મળ્યું છે. જ્યારે ઘોડી વરરાજાને લઈ ભાગી રહી હતી ત્યારે એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં દિવસભર શહેરમાં અને સમગ્ર જિલ્લામાં કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો.