
પાટણમાં હિંગળાજ માતાજીના પાંચમાં પાટોત્સવ નિમિતે હવન યોજાયો
પાટણ શહેરના ચાંચરિયા ચોક માં આવેલ હિંગળાજ માતાજીના પાંચમા પાટોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો ભક્તિસભર માહોલ માં યોજાયો હતો .જેના દર્શન પૂજન નો લાભ સિંધી સમાજ ના લોકો એ લીધો હતો.પાટણ શહેરના ચાચરીયા ચોક મા આવેલ સિંધી સમાજના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીના પાંચમા પાટોત્સવ ઝુલેલાલ રાસમંડળ દ્વારા દર સાલ ની જેમ આ સાલ પણ મનાવવામાં આવ્યો હતો. જેમાં હવનના યજમાન પદે ઈશ્વરભાઈ જેઠાનંદ ઠક્કર (મુખી ), શ્રી હિંગળાજ માતાજી ના ચૂંદડી પહેરામણી ના યજમાન ચંદ્રકાન્ત રામચન્દ્ર ઠક્કર, હિંગળાજ માતાજીના મુગટ પહેરમાણી ના યજમાન મહેન્દ્રભાઈ રેવાચંદ ઠક્કર, હિંગળાજ માતાજીના હાર પહેરામણી ના યજમાન નરેન્દ્રભાઈ આસનદાસ પોહાણી, શ્રી હિંગળાજ માતાજીના ધ્વજારોહણના યજમાન ગોવિંદભાઇ રામચંદભાઈ ઠક્કર, હિંગળાજ માતાજીના મહા આરતી ના યજમાન યોગેશભાઈ ધનશ્યામદાસ હરવાણી રહ્યા હતા . યજ્ઞનુ આચાર્યપદે ડૉ. ચેતનભાઈ શાસ્ત્રી (દવે )એ મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરાવ્યો હતો.
યજ્ઞની પુર્ણાહુતી બાદ જોગીવાડો વલ્લભ વાડીમા સિંધી સમાજના સૌ ઘર – પરિવાર સભ્યો સાથે મળીને ભોજન -પ્રસાદ ગ્રહણ કાર્યો હતો.અને પાટોત્સવ નિમિતે મંદિરમાં કન્યા પૂજન કરવામાં આવ્યું હતું હવન બાદ હિંગળાજ માતાજીની મૂર્તિ સમક્ષ 9 કુંવાસીની કન્યા પૂજન કરી શીંગાર, ફળફ્રુટ અને ભેટ આપવામાં આવી હતી. શરદ પૂર્ણિમાં ના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી મંદિરના કપાટ દ્વાર બપોરે 1.30 કલાક બાદ બંધ કરી દેવામાં આવશે.આ કાર્યક્રમમા સિંધી સમાજના દરેક ઘર પરિવાર ના સભ્યો સાથે સાથ સહકાર આપ્યો હતો. અને મંદિર ના કારોબારી સભ્યો પણ આ કાર્યક્રમ મા હાજરી આપી હતી.તેમ મંદિરના પ્રમુખ ખેમચંદભાઈ એ. પોહાણી એ જણાવ્યું હતું આ કાર્યક્રમ નુ સુચારુ સંચાલન ઉપપ્રમુખ શહરેશભાઇ ઠક્કર મંત્રી રાજુભાઈ આર. ઠક્કર આ કાર્યક્રમ સફળ બનાવવામાં ખુબ સાથ અને સહકાર આપ્યો હતો.