પાટણના મહેમદપુર ગામે પાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન સેમીનાર યોજાયો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગાય આધારિત પાકૃતિક ખેતી ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેઓ પોતાના દરેક ભાષણમાં પણ આ પ્રકારની ખેતી માટે ખેડૂતોને આહવાન કરતા હોય છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ગાય આધારિત આકૃતિ ખેતી માટે ગાયની નિભાવણી માટે 900ની સહાય આપવામાં આવે છે.અને ખેડૂતોને ગાય આધારિત પાકૃતિક ખેતી માટે પ્રેરવા માટે વિવિધ માર્ગદર્શન સેમિનારનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. આજરોજ મીઠીવાવડી ક્લસ્ટરના મહેમદપુર ગામ ખાતે મહાદેવના મંદિરમાં ગાય આધારિત પ્રાકૃતક ખેતીના જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયના છાણનો ઉપયોગ કરીને કેવી રીતે વધારે ઉત્પાદન મેળવી શકાય તેમ જ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કેવી રીતે ઘટાડી શકાય તે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગ્રુપ લીડર રમેશજી ઠાકોર અને દિનેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.