
પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી
પાટણ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠક મળી હતી .જે બેઠકમાં આગામી અઢી વર્ષની માટે આઠ સમિતિના સભ્યોને વરણી કરવામાં આવી હતી. તેમજ 15 માં નાણાપંચ અંતર્ગત જિલ્લા કક્ષાની ગ્રાન્ટ માંથી જિલ્લા વિકાસ પ્લાન વર્ષ 2023 /24 ના આયોજન ના કામો જે ગત સભામાં યથાવત રાખવામાં આવ્યા હતા .તે કામોને વિકાસ કમિશનર માંથી મંજૂરી આવ્યા બાદ તેમાં કેટલાક ફેરફાર સાથે આગામી સામાન્ય સભામાં મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.પાટણ જિલ્લા પંચાયત ખાતે નવ નિયુક્ત પ્રમુખ હેતલબેન ઠાકોર ની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભાની બેઠક મળી હતી .જેમાં એજન્ડા ના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી . તો અગાઉની સભામાં લીધેલ નિર્ણય પર લીધેલા પગલાં અહેવાલ અવલોકનમાં લેવામાં આવ્યો હતો .તેમજ જિલ્લા પંચાયતની જુદી જુદી સમિતિઓની મળેલી બેઠકોની કાર્યવાહી નોંધોને બહાલી આપવામાં આવી હતી .
આ ઉપરાંત જિલ્લા પંચાયતન બાકી રહેલી અઢી વર્ષની ટર્મ માટે જુદી જુદી. 8 સમિતિઓની ટર્મ પૂરી થઈ હોય આ આઠ સમિતિઓમાં નવીન સભ્યોની વરણી કરવામાં આવી હતી.વધુમાં જિલ્લા પંચાયતના પ્રમુખ નું હેડકવાટર નક્કી કરવામાં આવ્યું હતું. વિકાસ કમિશનરની કચેરી દ્વારા તારીખ 8 .5 .2023 થી જિલ્લા વિકાસ પ્લાન 2021/ 22 ના સુધારા પ્લાનને આપેલ સૈદ્ધાંતિક મંજૂરીની શરત મુજબ સુધારો કરેલા તમામ કામો જિલ્લા પંચાયતની આગામી સામાન્ય સભામાં મંજુર કરવાના થતા હોય સુધારા પ્લાન 2021 /22 ના કામોને મંજૂરી કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ગઈ સભામાં ભારે ચર્ચા બાદ યથાવત રાખવામાં આવેલ 15માં નાણાપંચ અંતર્ગત જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી જિલ્લા વિકાસ પ્લાન વર્ષ 2023/24 ના આયોજન અંગે જે કામો વિકાસ કમિશનરમાં મંજૂરી માટે મોકલી આપવામાં આવેલા હતા ,તે કામો મંજૂર થઈને પરત આવ્યા બાદ ડીડીઓ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે તે કામો અંગે ચર્ચા કરી તેમજ જરૂરી સુધારા વધારા સાથે તે કામોને મંજૂર કરવા અંગે નો નિર્ણય કરવામાં આવ્યો હતો . આ 15 માં નાણાપંચના કામોમાં રૂપિયા 2. 65 કરોડના કામો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા ,પાણી ,વીજળી,નાળા જેવા કામોનો સમાવેશ થાય છે. આ કામ માટે સભા માં સભ્યો અને ડીડીઓ વચ્ચે ઘણી લાંબી ચર્ચા ચાલી હતી.તો આજ રોજ મળેલી સામાન્ય સભાની બેઠકમાં વિપક્ષના સભ્ય અશ્વિનભાઈ પટેલ દ્વારા અગાઉ જેમ પોર્ટલ ઉપર તાલુકા કક્ષાએ કરવામાં આવેલી ખરીદીના હિસાબો ની માંગણી કરવામાં આવી હતી. તે પૈકી માત્ર હારીજ તાલુકા પંચાયત દ્વારા જ હિસાબો રજૂ કર્યા હોવાનો અને બાકીની તાલુકા પંચાયતો હિસાબો રજૂ કરતી ના હોવાનું જણાવતા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા જે તાલુકા વિકાસ અધિકારીઓ જેમ પોર્ટલની ખરીદીના કામોના હિસાબ રજૂ કરતા નથી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી .આજરોજ મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર , જિલ્લા વિકાસ અધિકારી ડી એમ સોલંકી , ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી , નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના સભ્યો ,અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .આ બેઠક પર રાધનપુર ના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ ખાસ હાજરી આપી હતી અને જિલ્લાના વિકાસના કામોમાં તમામ સભ્યો અધિકારી ઓ સાથે મળી જિલ્લાના વિકાસને આગળ વધારવા કહ્યું હતું .