પાટણમાં રાષ્ટ્રીય કલા મંચ ABVPદ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ગરબા મહોત્સવનું આયોજન કરાયું

પાટણ
પાટણ

જગત જનની જગદંબાની આરાધનાના પવિત્ર પર્વ સમા નવલી નોરતાનો રવિવાર થી પ્રારંભ થયો છે ત્યારે આ નોરતા ના પ્રારંભ પૂર્વે શનિવારની રઢીયાળી રાત્રે યુનિવર્સિટી કેમ્પસમાં રાષ્ટ્રિય કલામંચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક દિવસીય નવરાત્રી સંસ્કૃતિ ગરબા મહોત્સવ 2023 નું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. દુર્ગાવાહિની દ્વારા તલવાર સાથે ગરબા રજુ કરીને ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત આ એક દિવસીય ગરબા મહોત્સવ કાર્યક્રમનો પ્રારંભ યુનિ.ના કા.કુલસચિવ ડો. કે. કે. પટેલે માતાજી સન્મુખ આરતી ઉતારી કરાવી નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.


અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર,નગર સેવક મનોજભાઈ પટેલ સહિતના મહાનુભાવો નું આયોજકો દ્રારા સ્વાગત સન્માન કરી આવકાયૉ હતાં. જયારે ખેલૈયાઓએ રાસગરબા ની જુદા જુદા સ્ટેપો વચ્ચે રમઝટ મચાવી નવરાત્રિ પર્વના આગમનને યાદગાર બનાવ્યો હતો.વિઝન ગરબા દ્વારા 2 મહિના માટે ગરબા ના ટ્રેનીંગ માટે એકદમ ક્લબ જેવા એટમોસ્ફિયર સાથેનું ગરબા ક્લાસનું આયોજન કરેલું હતું જેમાં 250 કરતા પણ વધારે બાળકો બહેનો ભાઈઓ તથા ગૃહિણીઓએ ભાગ લીધો હતો બે મહિનાની સતત મહેનત બાદ ગઈકાલે તમામ બાળકોને ગ્રાન્ડ ગરબા કોમ્પીટીશન નું આયોજન રાખેલ હતું. ગરબા કોમ્પિટિશનમાં પાર્ટિસને ટ્રોફી ભેટ તથા કેસ વાઉચર થી સન્માનિત કરવામાં આવ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.