સિધ્ધપુર જીઆઇડીસીમાં કાર્યરત ડેરીવાલા પ્રોડક્ટસ ફેક્ટરી માંથી ફૂડ વિભાગ ટીમે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં લોકોને હલકી ગુણવત્તા વાળો ખાદ્ય ખોરાક વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ભેળસેળીયા વેપારીઓ સામે અવાર નવાર પાટણ જિલ્લા ફૂડ વિભાગ ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે બુધવારના રોજ પાટણ જિલ્લા ફૂડ વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે સિદ્ધપુર જીઆઇડીસીના પ્લોટ નં. 237 માંથી કાર્યરત ડેરીવાલા પ્રોડક્ટસ નામની ફેકટરી પર ઓચિંતી રેડ કરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરતા ભેળસેળીયા વેપારી તત્વો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ શહેર અને જિલ્લામાં ખાદ્ય સામગ્રીમાં કેટલાક ભેળસેળ કરનાર વેપારીઓ દ્વારા ભેળસેળ યુકત ખાધ સામગ્રી નું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરાતાં હોય છે ત્યારે બુધવારે પાટણ જિલ્લા ફુડ વિભાગ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલ જીઆઇડીસીના પ્લોટ નંબર 207 માં કાર્યરત ડેરીવાલા પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં શંકાસ્પદ ધી નો જથ્થો પડયો છે જે બાતમી હકીકતના આધારે પાટણ જિલ્લા ફૂડ વિભાગ ટીમે સિધ્ધપુર જીઆઇડીસીના બાતમી સ્થળે ઓચિંતી રેડ કરી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા તેના સેમ્પલ લઇ પૃથ કરણ માટે સરકારી લેબમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લા ફુડ વિભાગની ઓચિંતી રેડ ના પગલે ભેળસેળીયા વેપારી તત્ત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.