પાટણના રોડ પર નશાની હાલતમાં ગાડી લઈને નીકળેલા ચાલકે ચાની લારીને ટક્કર

પાટણ
પાટણ 67

પાટણ,
પાટણ શહેરના રાજમાર્ગ પર રવિવારની સવારે બેફામ ગતિએ નશાની ધૃત હાલતમાં વાહન હંકારતા એક વાહન ચાલકે આફત સર્જી હતી જાે કે સદનસીબે આ આફતમાં કોઈ જાનહાની ન થતાં લોકો એ હાસકારો અનુભવ્યો હતો.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના રાજમહેલ રોડ પર ચિંતામણી ફલેટ પાસેથી રવીવાર નાં રોજ મારુતી ઈકો વાન નં.જીજે – ૨ – સીએલ -૩૬૧૧ માં બે ઇસમો નશાની હાલતમાં ચકનાચૂર બની પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન વાહન ચાલકે નશાની હાલતમાં ભાન ભૂલી ચિંતામણી ફલેટ પાસે ચાની લારીને ધકાકાભેર ઈકો ગાડી ની ટકકર મારી લારી નો સામાન વેરવિખેર કરી નાખી નુકશાન પહોંચાડ્યું હતું. નશાની દ્યુત હાલતમાં ગાડી ચાલક દ્વારા આ આફત સર્જાતા લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતાં પરંતુ કોઈ જાન હાની ન થતાં લોકો એ હાસકારો અનુભવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.