
પાટણના રામદેવપીર મંદિર પરિસરમાં ભક્તોની ભીડ ઉમટી
ભાદરવા સુદ બીજને રવિવારના પવિત્ર દિવસે નકળંગ નેજાધારી બાબા રામદેવપીરના પાટણ શહેર સમગ્ર જિલ્લામાં આવેલા મંદિર પરિસરોમાં રામદેવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ બાબારીના દર્શન માટે ભાવિક ભક્તોએ મંદિર પરિસરમાં લીલા નેજાધારીના નેજાઓ હાથમાં ગ્રહણ કરી બાબારીના જયઘોષ વચ્ચે મંદિર શિખર પર નેજા ચડાવવામાં આવ્યા હતા.
પાટણ સમીપ આવેલા અનાવાડાના રામદેવપીર બાબાના મંદિર પરિસર ખાતે બીજ નિમિત્તે બાબારી સન્મુખ અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. જેના દર્શન પ્રસાદ માટે રામદેવપીરના ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.તો પાટણ ખલીપુરમાં આવેલ રામપીર મંદિર પણ ભક્તોએ ધજા ચડાવી ,પૂજન અર્ચન અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.