સમીના ધધણા ગામના યુવકને હાઇવે ઉપર રોકી માર માર્યો પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

પાટણ
પાટણ

સમી તાલુકાના ધધણા ગામના મનસુખભાઈ સોમાભાઈ દેવીપુજક તેમના ભાઈ વિરમભાઈ સોમાભાઈ સાથે રાધનપુર ગયા હતા. તેમના સસરા ગીધાભાઈ ધુડાભાઈ તથા તેમના દીકરા અને અન્ય બે શખ્સો સુજનીપુર સબજેલમાં હોઈ. જામીન મળેલ હોવાથી કાર લઈને ચોટીલા દર્શન અર્થે જઈ રહ્યાં હતા તે દરમ્યાન સમીથી શંખેશ્વર હાઈવે પર પહોંચતા એક બુલેટ ચાલક આવીને ઊભો રહેલ અને ડ્રાઈવર તુલશીભાઈને કહેવા લાગેલ કે તમે ગાડીના હપ્તા કેમ ભરેલ નથી ત્યારે તુલશીભાઈએ જણાવેલ કે હપ્તા રેગ્યુલર ભરેલ છે.ત્યારે બુલેટ વાળા ભાઈએ કહેલ કે મારા સાહેબને ફોન કરી બોલાવું પછી હપ્તા ભરેલ છે. કે નહીં તેવું કહીને ફોન કરી માણસો બોલાવતાં થોડા સમયબાદ કાળા કલરની સ્કોર્પીયો ગાડી આવેલ અને તેમાંથી નિરાશી ઠાકોર શૈલેષભાઈ શીવાભાઈ તથા બીજા ત્રણ માણસો આવેલ હાથમાં લોખંડની ટોમી લઈને ઉતરેલ આજથી ત્રણ માસ અગાઉ મનસુખભાઈના સસરાને શૈલેષભાઈ સાથે થયેલ ઝગડાની અદાવતને લઈ મારઝુડ કરવા લાગેલ અને લોખંડની ટોમી લઈ મારવા લાગેલ જેમાં બે મનસુખબઈ અને તુલાને વાગેલ જેઓને મનસુખભાઈના સસરાએ સમજાવી કાઢેલ અને મનસુખભાઈ અને તુલશીભાઈને ઈજાઓ થતાં 108 મારફતે સમી રેફરલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. વધુ સારવાર અર્થે ધારપુર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે સમી પોલીસ મથકે શૈલેષભાઈ શીવાભાઈ નિરાશી ઠાકોર તથા અન્ય ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.