
સરસ્વતિનાં વધાસરમાં એક મહિનાથી ગુમ થયેલી સગીરાનો પત્તો નહીં મળતાં અંતે અપહરણની શંકાના આધારે ફરિયાદ
સરસ્વતિ તાલુકાનાં એક ગામે 16 વર્ષની એક સગીરાનું અપહરણ કરાયું હોવાની ફરીયાદ તેનાં પિતાએ નોંધાવી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ સરસ્વતિ તાલુકાનાં એક ગામમાં રહેતા એક વ્યક્તિએ નોંધાવેલી ફરીયાદમાં આક્ષેપ કર્યો છે કે, તા. 1-12- 22નાં રોજ તેમની 16 વર્ષની સગીર દિકરીને કાંકરેજનો એક શખ્સ લલચાવી ફોસલાવીને લગ્ન કરવાનાં ઇરાદે ભગાડીને લઇ ગયો હતો. તેમણે પોતાની ફરીયાદમાં જણાવ્યું હતું કે, તા. 1-12- 2022નાં રોજ કિશોરીનાં પિતા રાત્રે બે વાગ્યે લઘુશંકા માટે ઉઠ્યા ત્યારે તેમની સગીર દિકરી તેની પથારીમાં નહોતી. તેમણે ખેતર અને આસપાસનાં છાપરામાં તપાસ કરવા છતાં તે મળી નહોતી.