
પાટણ શહેરના ચતુર્ભુજ બાગ પાછળ કચરાના ઢગમાં લાગેલી આગમાં બંધ કેબિન પણ બળીને રાખ થયું
દિવાળીના તહેવારોમાં ફટાકડાના કારણે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે.ત્યારે બુધવારની સવારે પાટણ શહેરના ચતુર્ભુજ બાગ પાછળ ખડકાયેલ ગંદકીમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ધટના સજૉતા નજીક મા પડેલ બંધ કેબીન પણ આગની ઝપેટમાં આવતાં અફડાતફડી મચી હતી.
જોકે બનાવની જાણ પાલિકાના ફાયર વિભાગ ને કરાતાં ફાયર વિભાગના કમૅચારીઓએ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ધટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ ને ઓલવતા વિસ્તારના લોકો એ હાશકારો અનુભવ્યો હતો.