
પાટણ જિલ્લાની તાલુકા પંચાયત કચેરી સાંતલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
પર્યાવરણીય સભાનતા અને સ્વચ્છતા દ્વારા સામુદાયિક સુખાકારી માટે પ્રતિબદ્ધતાના નોંધપાત્ર પ્રદર્શન માટે દાખલારૂપ પાટણ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓએ “સ્વચ્છતા એ જ સેવા” રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે પોતાના જ કાર્ય સ્થેળે કચરો સાફ કરવાની વ્યાપક પહેલ હાથ ધરી છે. દૈનિક ધોરણે સફાઈ થતી સરકારી કચેરીઓનો આ અભિયાન દ્વારા સફાઈનો હેતુ નાગરિક જવાબદારી અને સામાજિક જાગૃતિને પ્રોત્સાહિત કરવાની સાથે સ્વચ્છ અને હરિયાળા પર્યાવરણને પ્રોત્સાહન આપવાનો છે. જિલ્લાની તાલુકા પંચાયત કચેરી સાંતલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ.
સરકારી કચેરીઓ નકારાત્મક પર્યાવરણીય અસરને ઘટાડવા માટે પુનઃઉપયોગ કરી શકાય તેવા, કાર્બનિક અને રિ-સાયકલ ન કરી શકાય તેવા કચરાને યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવે તે સુનિશ્ચિત કરી ઘન કચરો અલગ કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવેલ છે. સરકારી કચેરીઓના કાર્બન ફૂટ-પ્રિન્ટને ઘટાડવા માટે તમામ કચેરીઓએ ઉર્જા-બચત માટેની પદ્ધતિ લાગુ કરી છે, જેમાં ઊર્જા-બચત માટે માત્ર જરૂર સમયે જ ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ કરવા તેમજ ઓફિસની અંદર પેપરલેસ કોમ્યુનિકેશનને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.