
સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ સ્કૂલ ખાતે માટી માથી રમકડાં બનાવવાનો વકૅ શોપ યોજાયો
સિધ્ધપુર ની ગોકુલ પબ્લિક સ્કૂલ અને ગોકુલ ગ્લોબલ સ્કૂલમા અભ્યાસ કરતા કેજી થી ધો.૫ ના બાળકો ને પાટણ માટી માથી રમકડાં બનાવનાર કલા કસ્બી જીતેન્દ્રભાઈ ભોગીલાલભાઈ ઓતીયા એ માટીકામ ધ્વારા માટીના રમકડા બનાવવા માટેનો વર્કશોપ સાથે ખુબજ સુંદર રીતે વિવિધ રણકડા બનાવવાની કલા સીખવાડી હતી.આ કાર્યક્રમ થકી બાળકો એ તેમનામાં રહેલી કલ્પના શક્તિને માટીના રૂપે સાકાર સ્વરૂપ આપી આંતરિક શક્તિ જાગૃત કરી હતી.
આ કાર્યશાળા સફળ બનાવવા ગોકુલ પરિવાર વતી કલા કસ્બી જીતેન્દ્રભાઈ ઓતિયા નો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાયૅ શાળા પ્રસંગે અરવિંદસિંહ વાઘેલા,ડે. ડાયરેક્ટર ગોકુલ પબ્લિક સ્કુલ,દિપીકાબેન દવે,પ્રિન્સીપાલ ગોકુલ ગ્લોબલ સ્કુલ અને ગીતાબેન બી. મોદી પ્રિન્સીપાલ ગોકુલ પબ્લિક સ્કુલ સહિત સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.