સમી નજીક હાઇવે પર અજાણ્યાં વાહનને ટક્કરે બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત

પાટણ
પાટણ 71

પાટણ જીલ્લાના સમી પંથકના બાસ્પા-વરાણાની વચ્ચે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. સમીના આંબેડકર ચોકના મુજપુરી દરવાજા આગળ રહેતાં પરમાર હરીભાઇ જેઠાભાઇ (ઉ.વ.50) અને કડીના ઝાલાસર ગામના પરમાર જોયતાભાઇ ભીખાભાઇ બાઇક પર ભાભર તરફથી પરત સમી આવી રહ્યા હતા. આ દરમ્યાન બાસ્પા અને વરાણાની વચ્ચે અજાણ્યાં વાહને તેમને ટક્કર મારતાં હરીભાઇનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ જોયતાભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર અર્થે રાધનપુર ખસેડવામાં આવ્યા હતા.

સમી તાલુકાના ગામ નજીક હાઇવે પર અજાણ્યાં વાહનને ટક્કરે બાઇકસવાર આધેડનું મોત થયુ છે. આ તરફ અન્ય બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. વિગતો મુજબ ગઇકાલે રાત્રે આઠેક વાગ્યા આસપાસ ભાભરથી સમી આવી રહેલાં બાઇક સવારોને બાસ્પા-વરાણા વચ્ચે અકસ્માત નડ્યો હતો. જેમાં એક અજાણ્યાં વાહને તેમને અડફેટે લેતાં આધેડનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ.

રાધનપુર-મહેસાણા હાઇવે પર વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ગઇકાલે રાત્રે અકસ્માતની ઘટનામાં આધેડનું મોત થતાં પરીવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે મૃતકના પુત્રએ ફરાર અજાણ્યાં વાહન ચાલક સામે સમી પોલીસ ફરીયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.